સીમંધર ના સથવારે….. મોક્ષ ની પગથારે…..

કલિકાલ માં કામણગારું આલંબન છે જેમનું એવા શ્રી સીમંધરસ્વામી પરમાત્મા સ્થાપના નિક્ષેપે જ્યાં બિરાજમાન છે, એવું તીર્થ એટલે શ્રી સીમંધરસ્વામી જૈન તીર્થ મહેસાણા…!

પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી કૈલાસસાગર સુરીશ્વરજી મહારાજા તથા પ.પૂ આચાર્ય દેવ શ્રી કલ્યાણસાગર સુરીશ્વરજી મહારાજા નો જેના અગણિત ઉપકાર છે એવા મહેસાણા ઉત્તર ગુજરાતની પાવન ધન્યતમ ધરા પર શોભાયમાન દેવવિમાન તુલ્ય દેદિપ્યમાન જિન મંદિરની શણગાર ,વર્તમાન..વિહરમાન… વિદ્યમાન શ્રી પુંડરિગિણિ નગરીના સ્વામી શ્રી સિમંધરસ્વામી પરમાત્મા ન તેમજ …શ્રી જિનાલયજીની… સ્વર્ણિમ અર્ધશતાબ્દિ મહોત્સવ પ્રસંગે આપને આવકારવા આતુર છીએ.

“શ્રી સીમંધર જગધણીજી, રાય શ્રેયાંશકુમાર
માતા સત્યકી નંદનોજી, રુક્મિણી નો ભરથાર”..

તો અચૂક પધારો શ્રી સીમંધરસ્વામી તીર્થ ના આંગણે

News

  • સંવત 2078ચૈત્ર સુદ-૨ (બીજ) ના દિવસ
    શ્રી સીમંધર સ્વામી દાદાનો મહાઅભિષેક કરવામાં આવે છે.
    (ઢોલ નગારા સંગીત સુર ઘંટનાદ, શંખનાદ સાથે...)
  • શ્રી સીમંધર સ્વામી દાદાની 160 કિલોની ચાંદીની અંગ રચના બનાવવાનું કાર્ય તીર્થમાં ચાલુ છે.
  • શ્રી સીમંધર સ્વામી દાદાનો જિનાલયનો સુવર્ણ મહોત્સવ ટૂંક સમયમાં આવી રહ્યો છે.
    સર્વે ને પધારવા હાર્દિક આમંત્રણ છે..
    મહોત્સવ તારીખ - ૦૧-૦૫-૨૦૨૨ થી ૦૯-૦૫-૨૦૨૨
  • આલેશાન નવો એટ્રી ગેટ બની રહ્યો છે જેનો લાભ આપવનો છે.
  • રાષ્ટસંત પ. પૂ આ.દે.શ્રી પદ્મસાગર સુરીશ્વરજી મ.સા.ની પ.પૂ રવિસાગર મ.સા.ની ૧૨૧ પુણ્ય તિથી પ્રસંગ પાવન પધારમણી તા.૨૯-૩૦ જુન એ થશે.
  • શ્રી સમસ્ત મેહસાણા સંઘ દ્રારા ભવ્ય સામૈયું તથા ધર્મસભા દાદાવાડી માં થશે.
  • તા.૩૦/૦૬/૨૦૧૯ ના રોજ રાષ્ટસંત શ્રી આ.પદ્મસાગર સુરીશ્વરજી મ.સા.તથા પ .પૂ.આ. જિનેશ૨ત્નસુરીશ્વજી મ.સા.નું પ્રવચન શ્રી સીંમધરસ્વામી વ્યાખ્યાન હોલમાં રાખેલ છે તથા સંકળ સંઘની નૌકારાશી રાખેલ છે.

Upcoming Event

Daily Darshan

  • દેરાસર સવારે ખુલવાનો સમય: ૦૫:૩૦ કલાકે
  • વાસક્ષેપ પૂજા સમય: ૦૬:૦૦ થી ૭.૦૦ કલાકે
  • પક્ષાલના ચઢાવા: ૦૮:૦૦ થી ૦૮:૩૦ કલાકે
  • પક્ષાલ થવાનો સમય: ૦૮:૩૦ થી ૦૯.૦૦ કલાકે
  • બરાસ, કેસર, ફૂલપૂજા, મુગટના ચઢાવા: ૦૯.૦૦ કલાકે થી ૧૦.૦૦
  • આરતી અને મંગળદીવો સમય: ૧૦.૦૦ કલાકે
સાંજની આરતીનો સમય : ૦૮:૦૦કલાકે સાંજે
  • શ્રી સીમંધર સ્વામિ ભગવાન
  • શ્રી પદ્માવતીદેવી માતાજી
  • શ્રી ઘંટાકર્ણવીર ભગવાન
  • શ્રી મણીભદ્રવીર ભગવાન
  • દેરાસર મંગલીક થવાનો સમય શિયાળુસત્ર ૦૯.૦૦કલાકે
  • દેરાસર મંગલીક થવાનો સમય ચોમાસુંસત્ર અને ઉનાળુસત્ર ૦૯.૩૦કલાકે