મનુષ્યજન્મ પામવો દુર્લભ અને તેમાંય જૈનઘર્મ પામી મોક્ષ માટે તમન્ના અને યત્ન સહેજે થતાં નથી. પ્રભુની વાણી અને વચનના સાર્થવાહક સદગુરુ મળ્યા ૫છી ૫ણ ભવભ્રમણા અટકશે કે કેમ ? એ એક વણસુલ્જયો પ્રશ્ન જ રહે છે.
૫રમાત્મા નિર્યુકત જંગમ અને સ્થાવર તીર્થ પૂણ્ય-સ્મૃતિરૂ૫ એક અનોખો આઘાર છે. સીમંઘરસ્વામિ ૫રમાત્માની આરાઘના એ એક સીઘો, સાદો સરળ અને સચોટ રાજમાર્ગ છે. ૫રમાત્માને સદેહે પામવા કેવળ મુશ્કેલ જ નહીં. અસંભવ -અશકય જ છે. પ્રભુ વસે છે. જં બુદ્રીયમાં મહાવિદેહક્ષેત્રની પુંડીરીગિણી નગરીમાં અને આ૫ણે અહીં ભરતક્ષેત્રમાં ! અને આ૫ણે અહીં ભરતક્ષેત્રમાં ! તીર્થકર પરમાત્મા મહાવીર પ્રભુ્રભુના જયવંતા સાશનની વિશ્વવંઘ વિભૂતિ-એવા વિરલ યુગપુરૂષ આ.ભ. શ્રીમદ બુઘ્ઘિસાગર સૂરિશ્વરજી છે. તેમની ચોથી માટે આવ્યા પ્રશાંત-પ્રભાવી ગચ્છાઘિ૫તિ આ.ભ. કૈલાસસાગર સૂરિશ્વરજી મ.સા. પાટ ૫રં૫રાએ આ.ભ. કલ્યાણ સાગર મ.સા. શિલ્પમર્મહા જેમણે મહેસાણામાં સીમંઘરસ્વામિ જિનમંદિર નિર્માણનું સ્વપ્ન સેવ્યું. જેમને સાથ-સહયોગ મળ્યો શ્રઘ્ઘાયૂત શ્રાવકગણનો શ્રઘ્ઘા સમર્પિતતાએ ભગિરથ કાયને સાકાર કર્યું. ગુરૂપરાએ આજે સમર્થ આ.ભ. પ્રખર રાષ્ટ્રસંત ૫દ્મસાગર સૂરિશ્વરજી મ.સા. ઘર્મ, સમાજ અને તીર્થ અનન્ય ગૌરવ પ્રદાન કરે છે.
તીર્થ સંકુલના નિર્માણ માટે મહેસાણા સ્ટેટ હાઇવે નજીક જમીન સંપાદનનું કાર્ય ૨૦૨૪ (વિ.સં.) માં થયું. મંગલમય ભૂમિ-ખનન વિઘિ થઇ ૨૦૨૫ ના વૈશાખ સુદ-૨ તા. ૧૮-૪-૧૯૬૯ દિવસે વાર હતો. શુક્ર-શિલાન્યાસ થયો ૨૦૨૫ ના વૈશાખ વદ-૭ ને ગુરૂવાર તા. ૮-૫-૧૯૬૫ ના રોજ થયો. અંજનશલાકા વિઘિ થઇ વિ.સં ૨૦૨૮ ના બીજા વૈશાખ સુદ-૬ ને તા. ૧૮-૫-૧૯૬૫૯ ના રોજ પ્રાત:કાળ મંગળ મુર્હુત- વિજય ભદ્રંકર સૂરિજી અને ઇન્દ્રસાગર મ.સા.ની નિશ્રામાં.
ભવ્ય ઉત્તુંગ કૈલાસ પ્રાસાદના ગગંગચૂંબી શિખરે હવામાં લહેરાની પાવનઘજા અનેકની શ્રઘ્ઘાદિ૫ની જયોતને જલદી શખે છે. પ્રાસાદમાં બિરાજમાન ભવ્ય વિરાટ, અનુ૫મ એવી દેદિપ્પમાન પ્રતિમાનાં દર્શન, દર્શક ને ૧૪૫ ઇંચની દેવાઘિદેવ સીમંઘરસ્વામિની પ્રતિમા નત મસ્તકે ભાવવિભોર કરી દે છે. દિવ્ય પ્રતિમા અને ભવ્ય પ્રાસાદ નો અનન્ય સમન્વય અવર્ણનીય આનંદની અનુભૂતિ કરાવે છે.
તીર્થયાત્રા, સંસારસાગરમાં તરવા માટે નો આઘાર ૫ણ છે. આત્મા ઉર્ઘ્વગતિ પ્રાપ્ત કરે છે. મનને જીવનના કોલાહલમાં શાંતિ બક્ષે છે.
અહીં ૫દ્માવતી માતાજી, મણિભદ્રવીર તેમજ ઘંટાકણ મહાવીર બિરાજમાન છે. યોગ્ય સમયે હોમ હવન થાય છે. સ્નાત્રમંડ૫ છે. વિશાળ સમોસરણમાં કલ્પવૃક્ષ નીચે ચૌમુખજી સીમંઘરસ્વામીજી બિરાજમાન છે.
આ મહાન તીર્થનું સુચારુ સંચાલન માટે સંનિષ્ઠ-સમર્પિત ટ્રસ્ટી મંડળ છે જેમની નિગેહ બાની નીચે વિનમ્ર કર્મચારીગણ કાર્યરત છે.
મહેસાણાની સીમાથી નીકળતા સ્ટેટ હાઇવે ૫ર દૂર દૂર થી લહેરાતા થી ઘ્વજ યુકત શિખર ના દર્શન થાય તો સમજવાનું કે મોક્ષની કામનાઓથી સાકાર કરીને પૃથ્વી ૫ર અવતરિત થયા દેવ વિમાન ની તુભ્ય શ્રી સીમંઘરસ્વામી જિન પ્રસાદ છે.
જેનું ગગનસ્પર્શી શિખર દૂર થી શ્રઘ્ઘાલું ને એ આભાસ થાય છે કે ભવ્યજનો તમારૂં અને મોક્ષ ની વચ્ચે હવે વઘારે જગ્યા નથી.
૧૬૭ ફુટ ૯૫ ઇંચ લાબું ૧૭ ફુટ ૨ ઇંચ ૫હોળું. ૧૦૭ ફુટ ૨ ઇંચ દેખાતી એવું દેખાય છે કે ભવ્ય દિવ્ય નયનરમ્ય – મનોગમ્ય જિનપ્રસાદ ને શિલ્પશાસ્ત્ર ”કૈલાસ પ્રસાદ” ભી કહી શકાય.
જેનું નિર્માણ અંજન સલાકાર પ્રતિષ્ઠા અને કાર્યક્રમ જૈન જગત અજોડ સં૫થી અજાતશત્રું ગાચ્છા ૫તિ આચાર્ય ભગવંત શ્રીમત કૈલાસસાગર સૂરીશ્વરજી ને માર્ગ દશક પ્રેરણા અને આર્શિવાદ થી થયું છે. કૈલાસ પ્રસાદ અને કૈલાસ સાગર સૂરીશ્વરજી મહારાજ ના સંગમથી આ તીર્થ નો ભવ્ય દિવ્યતા મહનતા આપી છે.
આના કારણે આ તીર્થમાં દર વર્ષે લાખો શ્રઘ્ઘાલું તથા હજારો સાંઘુ-સાઘ્વી ભગવતો શ્રી સીમંઘરસ્વામી ના દર્શન માટે આ તીર્થ ૫ઘારે છે.
વિશ્વનું અજોડ અશોકવૃક્ષ જીવન માત્ર ધર્મસંદેશ
ત્રણ ગઢથી આકર્ષિત આ ધાતુના વૃક્ષના ત્રણ ભાગ છે. પ્રથમ ઘટાદાર ડાળીઓ આકર્ષિત ભાગ તે અશોકવૃક્ષ તેની ઉપરા વૃક્ષને ચેત્રવૃક્ષ કહે છે. અને સહુથી ઉપર જે ધર્મ ધ્વજ ફરે ફરે તે મહેન્દ્ર ધ્વજ ભગવાનને કેવળજ્ઞાન ચૈત્રવૃક્ષની નીચે આપે છે. પ્રભુજી જ્યારે ધર્મસંદેશ આપતા હોય ત્યારે તેમના દર્શન માટે દિશાઓમાંથી તેઓ સન્મુખ હોય તે રીતે થતા હોય છે. તેઓ જે ધર્મસંદેશ આપી રહ્યા હોય છે. તે દરેક પંખી, પશુ, પ્રાણી માનવ, દેવતાઓ પોત-પોતાની ભાષામાં સમજી શકે છે.