પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી કૈલાસસાગર સુરીશ્વરજી મહારાજા તથા પ.પૂ આચાર્ય દેવ શ્રી કલ્યાણસાગર સુરીશ્વરજી મહારાજા નો જેના અગણિત ઉપકાર છે એવા મહેસાણા ઉત્તર ગુજરાતની પાવન ધન્યતમ ધરા પર શોભાયમાન દેવવિમાન તુલ્ય દેદિપ્યમાન જિન મંદિરની શણગાર ,વર્તમાન..વિહરમાન… વિદ્યમાન શ્રી પુંડરિગિણિ નગરીના સ્વામી શ્રી સિમંધરસ્વામી પરમાત્મા ન તેમજ …શ્રી જિનાલયજીની… સ્વર્ણિમ અર્ધશતાબ્દિ મહોત્સવ પ્રસંગે આપને આવકારવા આતુર છીએ. તીર્થ ના માર્ગદર્શક દાતા અને પ્રસંગના નિશ્રા દાતા રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી પદ્મસાગરસુરીશ્વર મહારાજા તથા અનેક ગચ્છ ના આચાર્ય ભગવંતો .પન્યાસ ભગવંતો ,ગણી ભગવંતો આદિ શ્રમણ શ્રમણી વ્રુંદ નિશ્રા પ્રદાન કરશે
શ્રી સીમંધર સ્વામી જૈન તીર્થ પ્રતિષ્ઠા સુવર્ણ વર્ષે .ભીના ભીના થવા. તૃપ્ત – સંતૃપ્ત થવા અને શુદ્ધ- વિશુદ્ધ -અણીશુદ્ધ થવા સૌ ચાલો… પધારો…. પધારો…. મહેસાણા માં… મહેસાણા માં.. સુવર્ણ દિવસ -7/5/2022